25
છોટાઉદેપુર : છોટાઉદેપુરના લુણી પ્રાથમિક શાળામાં સાપ નીકળતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળાના શિક્ષિકા ધારાબેન દ્વારા ઘટનાની જાણ વનવિભાગના સ્ટાફ્ ભરત ફોજીને કરાઇ હતી. તેઓ નિકુલ પરમાર અને પ્રિયાંકાબેન રાઠવા સ્થળ પર પહોંચ્યા હતા. વનવિભાગના કર્મચારીઓએ સાપની ઓળખ કરી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. દરમિયાન વનવિભાગના સ્ટાફે શાળાના બાળકોને સાપથી બચાવ માટેની જરૂરી સાવચેતી અંગે માહિતી આપી હતી. તેમજ કયા પ્રકારના સાપ ઝેરી હોય છે. સાપ દેખાય ત્યારે શું કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. રેસ્ક્યૂ કરાયેલા સાપને બાદમાં સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડાયોહતો.
