નસવાડી : નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલ ખાતે દિવાળી પ્રદર્શન યોજાયું હતું. જેમાં નસવાડીના મામલતદાર વિરાજસિંહ સિસોદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેનો પ્રારંભ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય સાથે કરાયો હતો. દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો કે મીઠાઈ વહેંચવાનો તહેવાર નથી. પરંતુ તે આપણી સંસ્કૃતિ, સંસ્કાર, એકતા, આનંદ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. જેને કેન્દ્રમાં રાખીને શાળા દ્વારા દિવાળી પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા, તેમની કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તેમજ ભારતીય તહેવારો અને પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના કેળવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો. મામલતદાર વિરાજસિંહ સિસોદિયાએ પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના આ આયોજનને નિહાળીને વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું હતું.
