21
ઉંચાપાણ : છોટાઉદેપુર જિલ્લાના ઉંચાપાણ નજીક ડુંગરવાંટથી જાંબુઘોડા તરફ્ જતા માર્ગની હાલત બિસ્માર છે. માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. નવરાત્રી પૂર્વે માર્ગનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

બોડેલીથી છોટાઉદેપુરને જોડતા નેશનલ હાઈવે-56 પરનો સિહોદ પુલ 3 વર્ષથી તૂટેલી હાલતમાં હોવાને કારણે ભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરાય છે. પુલની બાજુમાં અંદાજે રૂા.4 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન પણ ધોવાતાં હાલ હળવા વાહનો જ તેનો ઉપયોગ કરે છે. જ્યારે ભારે વાહનોને વાયા વાંકી-ડુંગરવાંટ-જાંબુઘોડા માર્ગ પરથી પસાર કરાય છે. ભારે વાહનોની અવરજવરને કારણે ડુંગરવાંટ-જાંબુઘોડા માર્ગ પર અગાઉ પાથરેલ મેટલ પણ ઉખડી ગઈ છે. જાંબુઘોડાથી કણજીપાણી સુધીના માર્ગ પર અનેક સ્થળે અંદાજે એક ફૂટ જેટલા ઊંડા અને પાંચથી 7 ફૂટ સુધી લાંબા ખાડા પડયા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ માર્ગ પરથી રેતીના સ્ટોક અને લીઝ તરફ્ જતા ભારદારી વાહનોની અવરજવર પણ મોટી સંખ્યામાં છે. માર્ગ પર પથ્થર અને રેતીના થર પડતા વાહનો પસાર થતાં ધૂળની સમસ્યા સર્જાય છે. નાની-બેજ સહિતના ગામોમાં રસ્તાની બંને બાજુ રહેણાંક મકાનો હોવાથી માર્ગ સાંકડો બને છે. પરિણામે બે ભારે વાહનો સામસામે આવી જાય ત્યારે ટ્રાફ્કિ સમસ્યા સર્જાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો