કવાંટ તાલુકા મથકે આવેલા બસ સ્ટેન્ડમાં પાયાની સુવિધાઓના ગંભીર અભાવે સ્થાનિક આદિવાસી શ્રમિકોની હાલત કફેડી બની રહી છે. હાલમાં જ્યારે ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુવિધાઓના અભાવે ગરીબ શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
ખાસ કરીને રોજગારી માટે સૌરાષ્ટ્ર તરફ જતી બસોની રાહ જોતા સેંકડો શ્રમિકોને ધોમધખતા તાપમાં ઉભા રહેવું પડે છે, જે બાબતે કવાંટના માજી સરપંચ સુભાષભાઈ શાહે તાજેતરમાં ચૂંટાયેલા કવાંટ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય ને યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે.










