છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હૉલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ હતી. જે પ્રસંગે GRD અને હોમગાર્ડ્સના ભાઈઓ-બહેનો માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 (POSHAct) વિષયક વિશેષ કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હીનાબેન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગ સેવક દ્વારા કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, તેમના બંધારણીય અધિકારો અને કાયદાકીય જોગવાઈ અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જવાનોને એક વિશેષ શોર્ટ ફ્લ્મિ દર્શાવીને કાર્યસ્થળે થતી સતામણીના સ્વરૂપો, સંબંધિત કાયદાકીય કલમો તથા ફ્રિયાદ નિવારણ વ્યવસ્થા વિશે વિસ્તૃત છણાવટ કરાઇ હતી. અંતે લાભાર્થીને કુલ રૂ. 1.10 લાખની સહાયના મંજૂરી હુકમો અને દીકરી વધામણાં કિટનું વિતરણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો