છોટાઉદેપુર : છોટાઉદેપુર નગરમાં અન્ય તમામ બેન્કિંગ સુવિધાઓની સાથે નગરજનોને વાજબી ખર્ચે ઉત્તમકક્ષાના આધુનિક સુરક્ષિત લોકરની સુવિધાની પણ જરૂરિયાત વર્તાતી હતી. નગર મધ્યે પોલીસ સ્ટેશનની નજીક અને પેટ્રોલ પમ્પ ચાર રસ્તા જેવા જીવંત વિસ્તારમાં આવેલી પ્રાઈમ કો ઓપરેટીવ બેન્ક દ્વારા નગરજનો ની આ જરૂરિયાત પૂર્ણ કરાઇ છે. ગત તા. 22 એપ્રિલના રોજ માજી રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવા અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી જેવા મુખ્ય મહેમાન તેમજ સુરતથી ખાસ પધારેલા બેન્કના મેનેજીંગ ડિરેક્ટર આદિલ ગાંધી દ્વારા રીબીન કાપી દીપ પ્રગટાવી આધુનિક લોકર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રાંચ મેનેજર ચિરાગ શાહે મહેમાનોને આવકાર્યા હતાં. આ પ્રસંગે બેન્કના મેનેજીંગ ડિરેક્ટર આદિલ ગાંધીએ જણાવ્યું હતું કે, બેન્ક હાલ 47 શાખા ધરાવે છે. તેઓએ બેન્કના ભવિષ્યના વિઝનનો પણ ચિતાર આપ્યો હતો. સમય સાથે તાલ મિલાવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: