નસવાડી ખાતે આગામી રામનવમી મહોત્સવ-2027ની ભવ્ય ઉજવણીને લઈને નસવાડી બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ તૈયારીનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ભાવનગરથી આશરે 300 કિ.મી દૂર નસવાડી ખાતે છેલ્લા 15 વર્ષથી ભાવનગર, શિહોર અને અમદાવાદના બાપા સીતારામના ભક્તો રામનવમી મહોત્સવમાં જોડાય છે. દર વર્ષે આશરે 100 ભાવિકો ભાગ લે છે. નસવાડી બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ 22 વર્ષથી ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દર પૂનમે બાપા સીતારામ મંદિર ખાતે હજારો ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરે છે. ઉપરાંત નર્મદા પરિક્રમાના માર્ગ પર આવેલું મંદિર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતા પરિક્રમાવાસી માટે સેવા કેન્દ્ર બન્યું છે. બેઠકમાં ભગીરથસિંહ સરવૈયા (ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ), અજયસિંહ સરવૈયા, દિગ્વિજયસિંહ ગોહિલ (ભાજપ જિલ્લા પ્રમુખ, ભાવનગર), જગદીશસિંહ ગોહિલ (ભાજપ જિલ્લા મંત્રી), ઘનશ્યામસિંહ (વિમલ ટાયર, સુરત), હઠીસિંહ પરમાર (વડીયા), વિશાલ પટેલ (ભાવનગર), જયેશ પટેલ (ભાવનગર) અને ભૂપત આહીર ઉપસ્થિત રહ્યા હતા.
