22
નસવાડી તાલુકાની વેલારી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા સીમાબેન પ્રજાપતિના જન્મદિવસ નિમિત્તે BRC ભવન, નસવાડી ખાતે વૃક્ષારોપણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ હતી. જેનું આયોજન પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત અર્જુન ડિંડોર દ્વારા કરાયું હતું. જે પ્રસંગે CRC વિજયભાઈ અખેડ,BRP પવન પ્રજાપતિ,MIS જીજ્ઞાસાબેન, નિલેશ રાઠવા અને જગદીશ રાઠવા સહિત બીઆરસી ભવનનો સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો. હાલમાં જન્મદિવસ નિમિત્તે મોટી પાર્ટીઓ અને મોંઘા આયોજનો પાછળ ખર્ચ કરાય છે. ત્યારે આવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિને કંઈક પરત આપવાનો સંદેશ અપાયો હતો. વધતી ગરમી, હવામાનમાં થતા ફેરફારો અને વૃક્ષોના ઘટતા પ્રમાણને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ જન્મદિવસે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.
