છોટાઉદેપુર નગરને અડીને આવેલ ઓરસંગ નદીમાં છેલ્લા ઘણા સમયથી સફેદ રેતીનો કાળો કારોબાર જોવા મળી રહ્યો છે. જિલ્લા મથકે જ્યાં તંત્ર દ્વારા લીઝ ફાળવેલ નથી ત્યાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. જ્યારે મજબૂત તંત્રના અમલદારોને મુઠ્ઠીભર રેતી માફ્યિા ગાંઠતા નથી. ઓરસંગ નદી કિનારે જ્યાં બંને રાજ્યોને જોડતા રેલવે તથા હાઈવે બ્રિજ આવેલા છે. ત્યાં જોર શોરમાં રેતીખનન થઈ રહ્યું છે. જિલ્લા મથકેજ આ પરિસ્થિતિ હોય તો અન્ય જગ્યાએ વાતજ શું કરવી છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં જ્યાં બ્રીજ આવેલા છે ત્યાં બે રોક ટોક રેતીખનન થઈ રહ્યું છે. સફેદ રેતીનો કાળો કારોબાર જિલ્લા મથકેજ ચાલી રહ્યો છે. આ રેતી રાત્રિના સમયે ટ્રેક્ટરો મારફ્તે પ્લોટ પર ઠલવાઈ રહી છે. જેને રોકવા માટે તંત્ર પાસે સમય નથી. આ જગ્યા ઉપર પાલિકા તંત્ર દ્વારા અગાઉ ખાડા ખોદીને આ રેતી ચોરી અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રેતી ખનન કરતા માફીયાઓ એ આ ખાડા પૂરી દઈ પુનઃ દલાતરની વાડીમાંથી રેતી ચોરી આરંભી દીધી છે. જેને રોકવા વાળું કોઈ નથી. જ્યારે તંત્ર કાર્યક્રમો કરવામાં વ્યસ્ત છે ઘણા વિસ્તારોમાંથી તંત્ર દ્વારા વાહનો પકડવામાં આવે છે. કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે જે ખૂબ સારી બાબત છે. પરંતુ પુનઃ આ જગ્યાએ રેતી ખનન શરૂ થઈ જાય છે. જે નવાઈ ભરી વાત છે. છોટાઉદેપુર ઓરસંગ નદીમાં. હવે માત્ર પથ્થર કાંકરા અને ઘાસ બચ્યું છે. જેને કારણે પાણીના સ્તર ઘટી ગયા છે. અને બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે. પરંતુ પ્રજાના આરોગ્ય તથા પ્રજાની તકલીફો અને નગરના પાણી માંટે કોઈને ચિંતા નથી જ્યારે દર વર્ષે વેચાતું પાણી મંગાવવાનો વારો આવે છે. છોટાઉદેપુર ઓરસંગ નદીમાં છોટાઉદેપુર નગરને અડીને આવેલ ચેકડેમ વિસ્તારમાં ઉપરના ભાગે રેલવે બ્રિજ પાસે નગરના સામા કિનારે નાલેજ, સિમલફ્ળિયા, ઓલિઆંબા તેજગઢ પુનિયાવાંટ, દેવળીયા, ધંધોડાં જેવા વિસ્તારોમાં ઓરસંગમાંથી રાત્રિના સમયે જ્યારે તંત્ર નિંદ્રામાં હોય ત્યારે બેફામ રેતી ખનન થઈ રહ્યું હોય જેને પકડવા તંત્ર પાંગળું પુરવાર થયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો