નસવાડી તાલુકાના ઘોળીકોતરડી ગામે અચાનક આગ લાગવાની દુર્ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં અસરગ્રસ્ત બનેલ પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જેમને સાંત્વના આપવા સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપભાઈ સહિત અન્ય આગેવાનો ધોળીકોતરડી ગામે પહોંચ્યા હતા. તેમણે નુકસાન અને તમામ પરિવાર હાલમાં કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે અંગે પણ જાણકારી મેળવી હતી. ધારાસભ્ય અભેસિંહ તડવીએ અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે આર્થિક સહાય મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે આગની દુર્ઘટનામાં નુકસાન ભોગવનાર પરિવારોને તાત્કાલિક ધોરણે સરકારી સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો