નસવાડી : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કેવડિયા ખાતે આયોજિત ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નસવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, જી.આર.ડી. સભ્યો તેમજ નસવાડી તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી ડી.એફ્. પરમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેવડિયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ સાથે મળીને નિહાળ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, ભાઈચારો અને દેશની સુરક્ષા પ્રત્યેની જવાબદારી અંગેનો સંદેશ અપાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો