આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેતે દિશામાંM GVCLદ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ(EMRS),નસવાડી ખાતે CSR અંતર્ગત વિવિધ શૈક્ષણિક અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આ સુવિધાનું લોકાર્પણ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર,TASP,ઓમકાર શિંદે દ્વારાકરાયું હતું. MGVCL દ્વારા CSR યોજના હેઠળ શાળાને 30 કમ્પ્યુટર, 30 ટેબલ, 30 ચેર, 2 સ્માર્ટ ક્લાસરૂમ, 300 ડયુઅલ ડેસ્ક, લાઇબ્રેરી ફર્નિચર તેમજ ક્લાસરૂમ કેબિનેટ સહિતની સુવિધા કરાઇ છે. જેનાથી શાળાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાની સાથે વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવવાની નવી તક મળશે. આધુનિક કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાથી વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ તરફ્ આગળ વધશે. જ્યારે નવા ડયુઅલ ડેસ્ક અને અન્ય ફર્નિચરથી વર્ગખંડમાં વધુ સુવિધાજનક શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. લાઇબ્રેરી ફર્નિચર અને ક્લાસરૂમ કેબિનેટ જેવી સુવિધા પણ અભ્યાસ માટે વધુ સુવ્યવસ્થિત માહોલ તૈયાર કરવામાં મદદરૂપ બનશે. આ પહેલ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, ડિજિટલ જ્ઞાન અને સર્વાંગી પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.MGVCL દ્વારા CSR અંતર્ગત કરાયેલો આ સહયોગ શિક્ષણ ક્ષેત્રે સામાજિક જવાબદારી નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે EMRSનસવાડીના આચાર્યએ MGVCLના અધિકારીઓ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
