બાળકોને ઝાડા-ઉલ્ટી થતા મેડિકલ તપાસ કરવામાં આવી છે, બાળકોને અપાયેલા ખોરાકના નમૂના લેવામાં આવ્યા છે અને આરોગ્યની ટીમે શાળામાંથી પાણીના નમૂના લીધા છે, શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ઘટના દબાવવા કર્યો પ્રયાસ. બાળકોને અલગ-અલગ તકલીફ પડી રહી હોવાની વાત સામે આવી છે.
આરોગ્ય વિભાગ થયું દોડતું
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, કેટલાક બાળકોને ઝાડા ઉલ્ટીની માહિતી મળતા મેડિકલટીમ સાથે વિદ્યાલય પર પહોંચ્યા હતા અને આરોગ્ય વિભાગની ટીમે પાણીના સેમ્પલ પ્રદુષિત ખોરાકના સેમ્પલ લીધા છે, આરોગ્ય વિભાગ દ્વારા હાલ બાળકોની પરિસ્થિતિ કંટ્રોલમા હોવાનું જણાવ્યું છે, તાલુકા હેલ્થ ઓફિસર રસોડાની રૂબરૂ વિઝીટમા જાણવા મળ્યું ફૂડ પોઝનિંગ લાગી રહ્યું છે, ફૂડ પોઝનિંગનું પ્રાથમિક કારણ પ્રદુષિત ખોરાક એને પ્રદુષિત પાણી ના લીધે થઇ શકે છે.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.










