ખેડૂતોના આર્થિક ઉત્થાન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તા. 30ના રોજ નસવાડી તાલુકામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમને સફ્ળ બનાવવા નસવાડી તાલુકામાં કુલ 10 સ્થળે આયોજન કરાયું હતું. ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને અને ખેતીના કાર્યમાં તેમને સહાય મળી રહે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને સીધા તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફ્ટિ ટ્રાન્સફર (DBT) મારફ્તે આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાથી ખેડૂતોને ખેતીને લગતા ખર્ચમાં મદદ મળે છે અને તેમને આર્થિક ટેકો પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે જાહેર કરેલી માહિતી અનુસાર, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની સહાય તથા ગુજરાતમાં 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,051 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના ખેડૂતોના જીવનમાં આર્થિક સ્થિરતા લાવવા અને કૃષિ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. તાલુકામાં ધામસિયા ગ્રામ પંચાયત, ચામેઠા ગ્રામ પંચાયત, કોલંબા ગ્રામ પંચાયત, સાટલીયા, લાવાકોઈ હનુમાનજી મંદિર, કડોલી મહુડી ગ્રામ પંચાયત, તણખલા, પાલા, આમલી અને સેગપુર સહિતનાં 10 સ્થળોએ આયોજન કરાયું હતું.
