20

ભારત સરકારના એલપીજી સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવાના લક્ષ્યાંક તરફ્ છોટાઉદેપુર જિલ્લાએ મહત્વનું પગલુ ભર્યુ છે. વડોદરા ગેસ લિમિટેડ(VGL)દ્વારા છોટાઉદેપુરમાં પ્રથમવાર પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય(PNG)પ્રોજેક્ટનું ભૂમિપૂજન કલેકટર ગાર્ગી જૈન દ્વારા કરાયું હતું.

જિલ્લા કલકેટર ગાર્ગી જૈને વડોદરા ગેસ લિમિટેડ વિશે માહિતી આપતા જણાવ્યું કે, છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તાર અને સમગ્ર જિલ્લાએ પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાયની(PNG)મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા પ્રયાણ કર્યુ છે. પ્રથમ તબક્કે નવેમ્બર માસ સુધીમાં ઘરોને પાઇપડ ગેસ કનેક્શન સાથે જોડી દેવાશે.LPG સિલિન્ડર ખાલી થવાની અને સિલિન્ડર બદલવાની મુશ્કેલીમાંથી ગૃહિણીઓને કાયમી મુક્તિ મળશે. પાઇપડ કનેક્શન મળવાથી બહેનોનો સમય બચશે અને ઘરગથ્થુ જીવન વધુ સુગમ બનશે.VGLના ડિરેક્ટર વિનયવાસ્તવ જણાવ્યું કે, છોટાઉદેપુર નગરના 5300 ઘરોમાં પાઇપલાઇન મારફ્તે રાંધણગેસ(PNG)પહોંચાડાશે.ઉપરાંત વાહનચાલકોની સુવિધા માટે એક COCO સીએનજી(CNG)સ્ટેશન પણ વિકસાવાઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં આગામી નવેમ્બર માસ સુધીમાં ઘરોમાં પાઇપડ ગેસ કનેક્શન આવશે. જેથી ગૃહિણીઓ પોતાના ઘરોમાં સરળતાથી ટેપ ઓન/ઓફ્ કરીને રાધણ ગેસ મેળવી શકશે. આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાં VGLપોતાની પૂરી ક્ષમતા સાથે નેટવર્કનો વિસ્તાર કરશે. ભવિષ્યની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુરમાં મજબૂત બેઝ તૈયાર કરાઇ રહ્યો છે. આ પ્રસંગે પૂર્વ રેલવે રાજયમંત્રી નારણભાઈ રાઠવા, નગરપાલિકા ચીફ્ ઓફ્સિર સહિતVGLના અધિકારી અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો