તહેવારોના આ દિવસોમાં નાગરિકો પરિવાર સાથે ગરબા મહોત્સવ અને અન્ય સ્થળોએ જતા હોય છે, ત્યારે પાછળથી ઘરો અને વાહનોની સુરક્ષા એક મોટો પ્રશ્ન બની જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ, ઘરફોડ ચોરી કે વાહનચોરી ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા અને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

તહેવાર દરમિયાન રાત્રિના સમયે અસામાજિક તત્વો કે ચોરો સક્રિય ન થાય તે માટે છોટાઉદેપુર પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાઇટેક ડ્રોન વિવિધ વિસ્તારો, સાંકડી ગલીઓ, શેરીઓ અને સંવેદનશીલ વિસ્તારોનું ડ્રોન કેમેરા મારફ્તે રાત્રિના સમયે સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજરઃ એવા વિસ્તારો જ્યાં કોઈ વ્યક્તિ છુપાઈને ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરી શકે, ત્યાં ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

આ દરમિયાન પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે ઘરેથી બહાર ગરબા રમવા કે ફાસ્ટિવેલ એન્જોય કરવા જતી વખતે ઘરના દરવાજા, બારીઓ અને મુખ્ય પ્રવેશદ્વારો યોગ્ય રીતે લોક કરો.

કિંમતી સામાનઃ ઘરે રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના કે અન્ય કિંમતી વસ્તુઓ ખુલ્લામાં ન રાખતા તેને સુરક્ષિત કે સેફ્ જગ્યાએ રાખો. તમારાં દ્વિચક્રી કે ચારચક્રી વાહનોને યોગ્ય પાર્કિંગ જગ્યાએ મૂકીને હંમેશા સેફ્ટી લોક કરો.તુરંત જાણ કરો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો