15

છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે તેઓના નિવાસ સ્થાને મુલાકાત કરી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જે અંગે મંત્રીએ આશ્વાસન આપ્યું હતું.

છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં વાહનવ્યવહાર અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. દિલ્હી ખાતે રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવા અને લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં છોટાઉદેપુર વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગો અને પુલોના નિર્માણ તથા અપગ્રેડેશન અંગે વિગતવાર રજૂઆતો કરાઇ હતી. નેશનલ હાઈવે નં.56 બોડેલી-જબુગામ તેમજ બોડેલી-તાંદલજા માર્ગના અપગ્રેડેશન માટે રજૂઆત કરાઇ હતી. મેરીયા તથા ઓરસંગ નદી પર નવા પુલોના નિર્માણ અર્થે ચર્ચા કરાઇ હતી. .

ફેરકુવાથી જબુગામને જોડતા નવીન 4 માર્ગો પર 7 જેટલા પુલોની ત્વરિત મંજૂરી આપવા માટે વિશેષ માંગણી કરાઇ હતી. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ તમામ રજૂઆતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી. સકારાત્મક ચર્ચા કરી હતી. તેમણે આ તમામ વિકાસલક્ષી રજૂઆતો અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો