ક્વાંટ : શુક્રવારે લોકસેવા ભવન ખાતે ગુજરાતના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આસામના મુખ્યમંત્રીએ મુકેશ રાઠવા અને તેમની સાથે આવેલા મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું. ડૉ. હિમંત બિસ્વા સરમાએ મુકેશ રાઠવાને રાજ્યસભાના સાંસદ બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. આ સાથે જ, આસામ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મુકેશ રાઠવાએ આપેલા સક્રિય યોગદાન અને નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે મુખ્યમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
