નસવાડી : ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. જેની શરૂઆત સવારની વિશેષ પ્રાર્થના સભાથી કરાઇ હતી. જે પ્રસંગે શાળાના શિક્ષકે રક્ષાબંધન પર્વનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર રક્ષણની ભાવના વિશે બાળકોને માહિતગાર કરાયા હતા. ત્યારબાદ રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાળાઓએ શાળાના ભાઈઓને કંકુ-તિલક કરી, મોં મીઠું કરાવી પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. કાર્યક્રમ શાળાના આચાર્ય તથા શિક્ષકગણના માર્ગદર્શન અને સહકારથી સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોને મિષ્ટાન્નનું વિતરણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો