છોટાઉદેપુર નગરમાં ફેઝ ટુ અંતર્ગત ભૂગર્ભ ગટર યોજનાનું ગુરૂવારે સંસદ સભ્ય જશુભાઈ રાઠવા, નગરપાલિકાના સભ્યો તથા ચીફ ઓફિસર દ્વારા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ફેઝ ટુ માં કરવામાં આવનાર ભૂગર્ભ ગટરના કામમાં સાત નાના પંપીંગ સ્ટેશનો, એક મોટું મેઇન પંપિંગ સ્ટેશન તથા બાકી રહેલા 2000 જેટલા મકાનોને ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવશે.


આજરોજ વોર્ડ નંબર 2 દીવાન ફળીયા ખાતે છોટાઉદેપુર સંસદ સભ્ય જશુભાઈ રાઠવા, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજ મકરાણી, ચીફ ઓફિસર ભાવિન બરજોડ, નગરના અગ્રણી સૌરભ શાહ, નગર પાલિકાના સભ્યો તથા નાગરિકોની હાજરીમાં નગરપાલિકામાં બાકી રહેલ ફેઝ ટુ ના ભૂગર્ભ ગટર ના કાર્યનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જશુભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે પહેલા રાજ્ય સરકાર તરફથી ફેઝ વનમાં 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ થયું હતું. નગરને ફેઝ ટુ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત 23 કરોડ રૂપિયાની રકમ ફાળવતા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા તથા નગરપાલિકાના સત્તાધીશોએ રાજ્ય સરકારનો તથા મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: