23

આગામી નવરાત્રી મહોત્સવ નિમિત્તે મધ્યપ્રદેશથી શ્રદ્ધાળુઓના પગપાળા સંઘ ચાલીને પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શનાર્થે આવે છે. જેઓની સલામતી, સુવિધા અને સુગમ અવરજવરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને છોટાઉદેપુરના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કવાંટ-છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ (રાજ્ય ધોરી માર્ગ નં. 62) પર નડતરરૂપ જંગલ કટિંગ તેમજ રસ્તાની બંને બાજુએ સાઇડ શોલ્ડરિંગની કામગીરી પૂર્ણ કરાઇ હતી.

કવાંટ-છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ (રાજ્ય ધોરી માર્ગ નં.62)ની કિનારે કટિંગ થવાથી માર્ગ પરની દ્રશ્યતામાં મોટો સુધારો થયો છે. જેનાથી સામેથી આવતા વાહનો સ્પષ્ટ જોઈ શકાશે અને વળાંકો પરનું જોખમ ઘટી જશે. સાઇડ શોલ્ડરિંગ યોગ્ય રીતે પૂર્ણ થતાં પદયાત્રીઓને મુખ્ય માર્ગની બાજુમાં સુરક્ષિત રીતે ચાલવા માટે પૂરતી જગ્યા મળી રહેશે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ગરમીથી બચવા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આ સુધારણા મલી રહેશે. સેવા સંકલ્પની ભાવનાને ચરિતાર્થ કરતા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, છોટાઉદેપુર દ્વારા જણાવાયું છે કે, તમામ શ્રદ્ધાળુ નિર્ભયતાથી અને આરામદાયક રીતે પોતાની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી શકે તે માટે વિભાગ કટિબદ્ધ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો