નસવાડી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નસવાડીની સરકારી બી. એડ્. કૉલેજના તાલીમાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત-ગમત કૌશલ્ય દાખવ્યું હતું. કૉલેજના સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ પ્રિયાબેન તડવીના માર્ગદર્શનમાં વિવિધ રમત સ્પર્ધામાં કૉલેજના ખેલાડીઓએ બહેતરીન પ્રદર્શન કર્યું હતું. જેમાં 400 મીટર દોડમાં ચૌહાણ અલ્કેશે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ઉપરાંત ચક્ર ફેંક સ્પર્ધામાં ડું.ભીલ રતનભાઈએ પ્રથમ ક્રમાંક તથા પટેલ મિતેશકુમારે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બરછી ફેંક સ્પર્ધામાં ભીલ મહેશે તૃતિય ક્રમાંક મેળવી ઝળહળતી સફ્ળતા હાંસલ કરી છે. તાલુકા કક્ષાએ પોતાના શ્રોષ્ઠ રમત કૌશલ્ય દ્વારા વિજેતા બનેલા આ તાલીમાર્થીઓ હવે પછી યોજાનાર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નસવાડી તાલુકા અને કૉલેજનું પ્રતિનિધિત્વ કરવા જશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો