નસવાડી : શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. પોતાના કર્મક્ષેત્ર તથા ત્યાંના લોકો સાથેનો તેનો સંબંધ પણ ક્યારેય નિવૃત્ત થતો નથી. આ વાતનો જીવંત અને પ્રેરણાદાયી દાખલો તાજેતરમાં નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામમાં જોવા મળ્યો છે. ગોયાવાંટ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તેમજ ગોયાવાંટ જૂથની અન્ય શાળાના ભૂતપૂર્વ શિક્ષકો અને હાલમાં ફરજ બજાવતા શિક્ષકોએ એકત્રિત થઈ રૂા. 17,000ની આર્થિક સહાયનું ભંડોળ એકત્ર કરી આગથી પ્રભાવિત પરિવારને મદદરૂપ થયા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકોએ જણાવ્યું હતું કે, અમે ભલે આજે આ ગામમાં નોકરી કરતાં નથી પરંતુ મુશ્કેલીના સમયે પડખે ઊભા રહેવા દરેક નાગરિકની ફરજ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો