છોટાઉદેપુરના રંગપુર ગામેથી 5 વર્ષની બાળકીનુ અપહરણ કરનાર તથા બોડેલી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના દિવસોમા રંગપુર પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. રંગપુર પોલીસ સ્ટેશનમાં તા.19/10/2026 ના રોજ આરોપી નાશીક નસરીયાભાઇ રાઠવા (રહે.નાની ટીટોડ તા.ક્વાંટ જી.છોટાઉદેપુર) ને આર્થીક મદદ કરી લલચાવી વિશ્વાસમાં લઇ પોતાનો બદ ઇરાદો પાર પાડવા ફરીયાદીની મોટર સાયકલ મેળવી તેના ઉપર ફરીયાદીની બાળકીનું અપહરણ કરી ઠગાઇ કરી ગુનો કર્યો હતો. આ અનુસંધાને પી.આઇ. જે.ડી.પંડયાના માર્ગદર્શન હેઠળ આર.ડી.પલાસ પોલીસ સબ ઇન્સ. રંગપુર પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફ્ના કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભોગ બનનાર બાળકીને તા.20/10/2026 ના રોજ બોડેલી રેલ્વે સ્ટેશન ખાતે શોધીને તેના વાલીને પરત કરેલ પરંતુ આરોપી નાશીકભાઇનસરીયાભાઇ રાઠવા ભાગતો ફરતો હોય પોલીસ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરતા આરોપી નાશીકભાઇ ઓળખ છુપાવી અમદાવાદ ખાતે રહી મજુરી કામ કરતો હોવાની માહીતી મળતા આજ રોજ આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડી ગુનાનાકામે અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
