છોટાઉદેપુર

પ્રજામાં વાહન વ્યવહાર અને ટ્રાફ્કિના નિયમો પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર ખાતે એક મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ રેલીનું પ્રસ્થાન જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું. જેમાંપોલીસ વિભાગ,RTO વિભાગ,TRB (ટ્રાફ્કિ બ્રિગેડ) તેમજ GRD (ગ્રામ રક્ષક દળ)ના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં પોતાના વાહનો સાથે ઉત્સાહભેર જોડાયા હતા.S.P.કચેરીથી પ્રસ્થાન કરી આ બાઇક રેલી છોટાઉદેપુર નગરના વિવિધ મુખ્ય માર્ગો અને ચોકમાંથી પસાર થઈ હતી. રેલી દરમિયાન હેલ્મેટ પહેરવું, ઓવરસ્પીડિંગ ન કરવું, સીટબેલ્ટ બાંધવો અને ટ્રાફ્કિ સિગ્નલોનું પાલન કરવા જેવા મહત્વપૂર્ણ નિયમો અંગે નગરજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસ અનેવહીવટી તંત્રના આ સંયુક્ત પ્રયાસને છોટાઉદેપુર નગરજનો તરફ્થી બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. ટ્રાફ્કિ નિયમોનું પાલન એ જ સુરક્ષાની ચાવી છે તેવો સ્પષ્ટ સંદેશ આ રેલી દ્વારા સમગ્ર વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યો હતો.