નસવાડી : ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત સંખેડા તાલુકાની બહાદરપુર APMC ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનો કરાયાં હતાં. સાથે ICDS વિભાગઅને મહિલા અને બાળ વિભાગના સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવાઇ હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કિશોરી તથા સગર્ભા માતાઓને THR કિટનું વિતરણ તેમજ વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમ અને સહાય કિટનું વિતરણ કરાયું હતું. જે પ્રંસગે યતીતાબેન ચૌહાણ, જિ. પં. સભ્યો સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
