22
છોટાઉદેપુર : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના 13થી 45 વર્ષના યુવાઓ માટે બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર કેવડી પરિસર ખાતે યોજાઇ હતી. જેમાં ઈન્સ્ટ્રક્ટર ઘનશ્યામસિંહ સોલંકી અને તેમની નિષ્ણાત ટીમે શિબિરાર્થીને પ્રશિક્ષણ સહિત પર્વતારોહણ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોની પ્રાથમિક માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત, રેપલિંગ અને કમાન્ડો બ્રિજ જેવી સાહસિક એક્ટિવિટીઝનું જીવંત અને પ્રાયોગિક પ્રશિક્ષણ અપાયું હતું. સમાપન પ્રસંગે મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, મદદનીશ વન સંરક્ષક (છોટાઉદેપુર) તથા મદદનીશ વન સંરક્ષક (બોડેલી) દ્વારા તાલીમ પૂર્ણ કરનાર તમામ સાહસિક શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માનિત કરાયા હતા.
