નસવાડીને નગર પાલિકાની રચના કરવા માટે આજુબાજુની 6 ગ્રામ પંચાયતો સરપંચ તલાટીઓ સાથે મામલતદારની મિટિંગ યોજાઇ હતી.


નસવાડી ગામના વિકાસ માટે નસવાડી નગર પાલિકાની રચના થાય તે માટે વી.ડી.સિસોદિયા નસવાડી મામલતદાર દ્વારા 6 ગ્રામ પંચાયત સરપંચ તલાટી સાથે બેઠક કરી સમજણ અપાઇ હતી. નસવાડી ગામની વસતી 2011ની વસતી પ્રમાણે નવીન નગર પાલિકાની રચના કરવા માટે પૂરતી થતી નથી. જેથી નસવાડી ગામની આજુબાજુના ગામોને નગરપાલિકા વિસ્તારમાં સમાવવો ગ્રામજનોને સમજણ આપવા સરપંચ અને તલાટીઓ સાથે મામલતદારની બેઠક યોજાઈ હતી. જેમાં નસવાડી ગ્રામ પંચાયત, આકોના ગ્રામ પંચાયત, જીતપુરા ગ્રામ પંચાયત, કંડવા ગ્રામ પંચાયત, હરીપુરા (ન)ગ્રામ પંચાયત, આનંદપુરી ગ્રામ પંચાયત આમ આ 6 જેટલી ગ્રામ પંચાયત સરપંચ, તલાટી સાથે મામલતદાર નસવાડી દ્વારા બેઠક યોજાઈ હતી. નગર પાલિકાની રચના કરવા માટે ગ્રામ પંચાયતની આગામી ગ્રામસભામાં સંમતિ ઠરાવ પસાર કરવા નિર્ણય લેવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: