છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સહકારથી કરુણા અભિયાન-2026 અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. કરૂણા અભિયાન-2026 અંતર્ગત નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નંબર નક્કી કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા જાહેરજનતાને વન વિભાગ દ્વારા અપીલ કરાઇે છે. વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને દર્શાવેલા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા વિંનતી છે, અથવા વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
ઘવાયેલ પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબરઃ- 1962, વોટ્સએપ નંબર 83200 02000, વન વિભાગનો હેલ્પ લાઇન નંબરઃ- 1926 ઉપર પણ સંપર્ક કરી શકાશે. છોટાઉદેપુર જિલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા જિલ્લામાં 5 તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે જેમાં પરિક્ષેત્ર વન અધિકારી છોટાઉદેપુર : 90168 27328, પરિક્ષેત્ર વન અધિકારી પાવીજેતપુર : 98790 04742, પરિક્ષેત્ર વન અધિકારી કવાંટ : 99782 85568 પરિક્ષેત્ર વન અધિકારી નસવાડી : 95377 74800 પરિક્ષેત્ર વન અધિકારી બોડેલી : 99094 72190 સંપર્ક નંબર પર કોલ કરી જાણ કરવા અપીલ કરી છે. જે સાથે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા માટે અપીલ કરાઇ છે. સાથે ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવા માટે જાહેર જનતાને અનુરોધ કરાયો છે.










