તાલુકાના સેંગપુર CRC કેન્દ્ર ખાતે સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. CRC અર્જુનભાઈ ડીંડોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં CRC હેઠળ આવતી તમામ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ગ્રુપ આચાર્ય રાઠવા દિનેશભાઈ કલજીભાઈ તેમજ પટેલ નિતલબેન, બી આર પી પ્રજ્ઞા નિપુણ પ્રજાપતિ પવનભાઈ, સી.આર.સી આંકોના પાંડે ભરતભાઈ, વિજયભાઈ અખેડ, પવનભાઈ પ્રજાપતિ તેમજ અનેક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ પ્રતિભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
https://sandesh.com/maru-saher-maru-gaam










