છોટાઉદેપુર નગરમાં આજરોજ રામજી મંદિર ખાતે સૌપ્રથમ વખત ધર્મ અર્ચન મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં પ્રભુ શ્રીરામ અર્ચન, ગૌ માતા અર્ચન અને તુલસી માતાનું અર્ચન કરાયું હતું. કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની તથા જિલ્લા બહારની ધર્મ પ્રેમી જનતાએ ભાગ લીધો હતો.


છોટાઉદેપુર નગરમાં શ્રીકાલીકા માતાના મંદિર અને શ્રીરામજી મંદિરના ચોકમાં ધર્મ અર્ચન મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રભુ શ્રીરામ અર્ચન, ગૌ-માતા અર્ચન, અને તુલસી માતા અર્ચન એમ એક સાથે ત્રણ અર્ચન પૂજા પ્રક્રિયા તા. 25-12-25 ગુરૂવારના રોજ સવારે 9 કલાકે શરૂ કરી હતી. જેમાં છોટાઉદેપુર સહિત આસપાસ ના વિસ્તારના 11 જોડા પૂજામાં બેઠાં હતા.આ ધાર્મિક કાર્ય કર્મમાં ભેખડિયાના સંત અમરદાસજી મહારાજ, ચાણોદના સંત આનંદદાસજી મહારાજ, જમ્મુના સંત મંગલદાસ નાગા, રૂનવાડથી છત્રદાસ મહારાજ, જલોદાથી નંદુ મહારાજ અને એમપીથી અતુલદાસ મહારાજની ઉપસ્થિત રહી હતી. ધાર્મિક વિધિની પૂજામાં ગૌરવ શાસ્ત્રી, પવન શાસ્ત્રી, જયરામ શાસ્ત્રી અને નિકુંલ શાસ્ત્રીએ કરાવી હતી અને નગરમાં ધાર્મિક વાતાવરણ ફેલાયું હતું. તેમ છોટાઉદેપુર રામજીમંદિરના મહંત યોતિશ્વર દાસ મહારાજ દ્વારા જણાવાયું હતું

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: