છોટાઉદેપુર જિલ્લા કક્ષાની કવાંટ ખાતે સુખી પરિવાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલના મેદાન પર તા.1 અને 2ના રોજ યોજાયેલી સ્પર્ધામાં જિલ્લાભરના 500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં નવગામ પ્રાથમિક શાળાએ કુલ 7 મેડલ જીત્યા હતા. અન્ડર-11 (બહેનો) 100 મીટર દોડમાં રીંકલબેન નવીનભાઈ - ગોલ્ડ, મમતાબેન હસમુખભાઈ - સિલ્વર, લાંબી કૂદમાં મમતાબેન હસમુખભાઈ - બ્રોન્ઝ, 4ટ400 મીટર રિલે દોડમાં પણ ટીમને મેડલ અપાવ્યા. દરેક ઇવેન્ટમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. વિજેતાઓ હવે ઝોનઅને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: