છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના આદિવાસી યુવાન નારણભાઇ રાઠવાનું અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ છે. અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ પિથોરા આર્ટ સહિત હેરિટેજ અને સંસ્કૃતિ ક્ષેત્રે અગ્રણી યોગદાન માટે રાજ્યના પ્રતિભાશાળી વ્યક્તિત્વોનું સન્માન કરવામાં કરવા માટે આપવામાં આવે છે.


અતુલ્ય વારસો ટીમ દ્વારા ઘોષિત અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2025 અંતર્ગત રાજ્યભરના હેરિટેજ, કલા અને સંસ્કૃતિ સંવર્ધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિઓનો સન્માન સમારોહ 2 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના કલાકાર નારણભાઇ રાઠવાને એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.નારણભાઈ હરિભાઈ રાઠવા વર્ષોથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પિથોરા આદિવાસી કલાના સંવર્ધન, શિક્ષણ અને પ્રસાર માટે કાર્યરત છે. આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ગણાતી પિથોરા આર્ટને નવી પેઢી સુધી પહોંચાડવા તેઓએ કરેલા પ્રયત્નો પ્રશંસનીય છે. તેમની કલાત્મક રચનાઓએ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં મહત્વનો પ્રભાવ પેદા કર્યો છે. અતુલ્ય વારસોની પસંદગી સમિતિએ તેમના આ યોગદાનને ધ્યાને લઈ આ વર્ષની પુરસ્કાર યાદીમાં તેમને સ્થાન આપ્યું છે. અને પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ એવોર્ડ માત્ર સન્માન નથી, પરંતુ રાજ્યભરમાં કલા, વારસા અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત પ્રતિભાને એક મંચ પર લાવી પરસ્પર સંકલન, વિકાસ અને નવી તકનીકીઓ દ્વારા હેરિટેજ પ્રવાસનને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: