છોટાઉદેપુર તાલુકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક્સ-રે નિદાન કેમ્પ અને ટીબી મુક્ત પંચાયત કોમ્યુનિટી મીટીંગ યોજાઈ હતી. જેમા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ અને તાલુકા હેલ્થ ઓફ્સિર ડો.મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર તાલુકાનું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નિદાન માટે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો.


જેમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર હેઠળનાં ગામોના ટીબી રોગના લક્ષણો ધરાવતા લાભાર્થીઓ ના છાતી ના એક્ષરે પાડવા માં આવ્યા હતા કેમ્પ માં મેડીકલ ઓફ્સિર ડૉ. તિથિ ચૌહાણ, ડૉ.સેજલ રાઠવા, ડો. પ્રિયા ખંભાતિયા તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર, પીએચસી સુપરવાઈઝર રાજુભાઈ રાઠવા, લેબ ટેક રાહુલભાઈ ઠક્કર, MPHW, FHW તથા સ્થાનિક આરોગ્ય કર્મચારી, આશા બહેનો સહિત આરોગ્ય ટીમનું યોગદાન રહ્યું હતું. કેમ્પમાં વિવિધ પ્રકારની સેવા અપાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીબી રોગના લક્ષણો ધરાવતા 80 લાભાર્થીઓ દર્દીના એક્સરે પાડયાં હતા. શંકાસ્પદ દર્દીના ગળફાની તપાસ કરાઇ હતી. અને આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા દર્દીઓને સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા કોમ્યુનિટી મીટીંગનું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આગામી દિવસોમાં 100 દિવસીય સર્વે હાથ ધરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: