સંખેડા ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા નદીના પટ વિસ્તારની હાલત કફોડી બની છે. મોટાભાગના વિસ્તારમાં પથરા જોવા મળી રહ્યા છે. જેના કારણે ઓરસંગ નદીના પટ વિસ્તારોમાં તડબૂચ, સક્કર ટેટી તેમજ કાકડી, દેશી ચોરાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રેતીનું પ્રમાણ ખૂબ નહીવત હોવાના કારણે તડબૂચ અને સક્કર ટેટીના ખેડૂતોને કાકડી અને દેશીચોરાની ખેતી પર નિર્ભર રહેવું પડે છે.


સંખેડા ઓરસંગ નદીના પટ વિસ્તારમાં દિન પ્રતિદિન રેતીનું પ્રમાણ ઘટવાને કારણે મોટાભાગના વિસ્તાર બંજર અને પથરાળ બન્યા છે. જેના કારણે નદી પટ માં તડબૂચ, ટેટી, કાકડી, દેશીચોરા સહિત શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રેતીનું પ્રમાણ ઘટવાને કારણે પાણીના ભેજની સંગ્રહ શક્તિ ઘટતા ખેડૂતો તડબૂચ અને ટેટીના પાકોથી વંચિત બન્યા છે. હાલમાં નદી પટમાં રેતીનું પ્રમાણ નહીવત હોવાને કારણે પથરાળ જમીનમાં દેશી ચોરા અને કાકડીના પાકોની ખેતી ઉપર ખેડૂતોને નિર્ભર રહેવાનો વારો આવ્યો છે.

સંખેડાની રેતી, બેટી, અને ટેટી સુવિખ્યાત હતી 

એક સમય હતો જ્યારે, સંખેડા ઓરસંગ નદીના પટ વિસ્તારમાં મુલાયમ માખણિયા રેતીનું સામ્રાજ્ય છવાયેલું હતું. ત્યારે એક કહેવત સંખેડાની રેતી, બેટી, અને ટેટી સુવિખ્યાત હતી. આજે ઓરસંગ નદી પટ વિસ્તારમાં રહેલી મુલાયમ રેતીના અસ્તિત્વ ઉપર સંકટ મંડરાઇ રહ્યું છે. રેતીનું પ્રમાણ ઘટતા ભૌગોલિક સ્થિતિ બદલાતા પથરાળ જમીન જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: