છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં હાલ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન ગામ સાઈ ઇંદની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. દાયકાઓ બાદ યોજાતા આ મેળામાં આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિ પૂજાના અદભૂત દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


સ્થાનિક માન્યતાઓ અને પરંપરા મુજબ, આ ક્કગામ સાઈ ઇંદ નો મેળો ખૂબ જ મહત્વનો ગણાય છે, કારણ કે તે લગભગ 80 થી 90 વર્ષના લાંબા ગાળા પછી યોજાય છે. આ મહોત્સવ મુખ્યત્વે દેવોની પેઢી બદલવા માટે ઉજવવામાં આવે છે. જેમાં પરંપરાગત વિધિ-વિધાન સાથે દેવોના નવા ઘોડા તેમજ નવા ખુટની સ્થાપના કરવામાં આવે છે. આ પવિત્ર કાર્ય ગામના બળવા(ધાર્મિક વડા) અને પુંજારાઓ દ્વારા શાસ્ત્ર્રોક્ત અને રૂઢિગત પદ્ધતિથી કરવામાં આવે છે. ઉજવણી દરમિયાન ઈટવાડા અને આસપાસના વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનો પોતાના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને ઉમટી પડયા છે. ઢોલ-ત્રાસા અને માંદળના તાલે, હાથમાં તીર-કામઠા ધારણ કરી આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત નાચગાન કરતા જોવા મળ્યા હતા. આ મેળામાં આદિવાસી સમાજ પોતાની કુળદેવી, પૂર્વજો અને પ્રકૃતિ માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્તકરી પૂજન-અર્ચન કરે છે.

આધુનિક યુગમાં પણ પોતાની વિસરાતી જતી પરંપરાઓને જીવંત રાખવા માટે ઈટવાડા ફળિયા ખાતે યોજાયેલો આ મેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય ભક્તિમય મહોત્સવના સાક્ષી બની રહ્યા છે અને આખું ગામ ઉત્સાહઅને ઉમંગમાં ડૂબી ગયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: