નસવાડી : શનિવારે નસવાડી ગ્રામ પંચાયત સભાખંડ ખાતે ક્ષ્પી.એમ. કિસાન ઉત્સવ દિવસખ્ કાર્યક્રમ યોજાયો હતો. જેમાંતાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીના હસ્તે 23મા હપ્તાની સહાય રકમનું ડીબીટી (Direct Benefit Transfer) માધ્યમથી ઓનલાઈન અનાવરણ કરાયું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ખેડૂતોના કલ્યાણ અને કૃષિ વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાતી વિવિધ કૃષિ અને ખેડૂતલક્ષી યોજના અંગે ખેડૂતોને માર્ગદર્શન અને વિસ્તૃત માહિતી અપાઇ હતી. યોજનાનો વધુમાં વધુ લાભ ખેડૂતો સુધી પહોંચે તે માટે વિભાગના અધિકારીઓએ જરૂરી સમજણ પણ આપી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: