વડોદરાથી છોટાઉદેપુર જતી ગર્ભવતી શ્રામિક મહિલાને ચાલુ ટ્રેનમાં પ્રસવની પીડા ઉપડતા બોડેલીના પ્લેટફેર્મ પર જ બાળકને જન્મ આપ્યો હતો. આ સમયે સાથે મુસાફર કરતી મહિલાઓ મદદ માટે દોડી આવી હતી.

વડોદરાના પ્રતાપનગરથી અલીરાજપુર જતી પેસેન્જર ટ્રેનમાં ગત સાંજે એક શ્રામજીવી દંપતિ પેસેન્જર ટ્રેનમાં બેસી છોટાઉદેપુર તરફ્ જતું હતું. ડભોઇ પછી ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેઓ ચિંતાતુર થઈ ગયા હતા.ટ્રેન માં મુસાફ્રોની ભારે ભીડ વચ્ચે એક શ્રામજીવી દંપતી ભારે મુંજવણમાં આવી ગયું હતું. પ્રતાપનગર - અલીરાજપુર પેસેન્જર ટ્રેન રાત્રે 8 વાગ્યે બોડેલી આવતા દંપતી ટ્રેન માં થી નીચે ઉતરી ગયું હતું. ત્યારબાદ મહિલા ને પ્રસવ ની પીડા વધુ ઉપડતા ટ્રેન માં અન્ય મુસાફરી કરતી મહિલાઓ ની મદદ થી બોડેલી ના રેલવે પ્લેટફેર્મ પર મહિલા ને નોર્મલ ડિલિવરી કરાવી હતી. બોડેલી રેલવે સ્ટેશન મસ્તરે 108 ને ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108 રેલવે પ્લેટફેર્મ પર આવી સારવાર અર્થે મહિલા ને હોસ્પિટલ ખસેડી હતી.