છોટાઉદેપુર : આખા દિવસની સખત મહેનત બાદ ધંધોડા ગામમાં એક મોટું ઝાડ વીજ વાહિનીઓ પર પડવાથી અચાનક વીજ પુરવઠો બંધ થયો હતો. જેના કારણે આખો વિસ્તાર અંધારામાં ડૂબ્યો હતો. આ મુશ્કેલ સ્થિતિમાં ગામના માજી સરપંચ પારસીંગ રાઠવાએ હેલ્પર અને વીજ વિભાગના સ્ટાફ્ની સાથે જાતે જ ઝાડ પર ચડયાં હતા. જોખમ ખેડીને ડાળીઓની સફાઈનું કામ કર્યું હતું. જેમાં નંદુભાઈ, રૂખલાભાઈ તેમજ ગામના ઉત્સાહી યુવાનોએ પણ સહયોગ આપ્યો હતો. સહિયારા પ્રયાસો અને ભારે જહેમત બાદ આખરે ગામનો વીજ પુરવઠો રાબેતા મુજબ પુનઃ ચાલુ કરાયો હતો. જેને કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને તમામ સહયોગીઓની પ્રશંસા કરી હતી.
