રાજ્યભરમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફ્રન્સ અંતર્ગત છોટાઉદેપુરના જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લાએ ઔધ્યોગિક ક્રાંતિ તરફ્ એક મોટું અને મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા અને સ્થાનિક સ્તરે રોજગારીનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે કરોડો રૂપિયાના રોકાણો ધરાવતા મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ્ અંડરસ્ટેન્ડિંગ (MoU) કરાયા છે.


છોટાઉદેપુર જિલ્લામાં ઉદ્યોગોને ઉચ્ચ શિખરો પર લઈ જવા અને સ્થાનિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે કુલ 23 જેટલા પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કરાયા છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂા. 46.81 કરોડનું સૂચિત રોકાણ કરાશે. આ રોકાણના પરિણામે જિલ્લાના આર્થિક માળખાને એક નવી ગતિ મળશે. આ ઐતિહાસિક MOU અંતર્ગત જિલ્લાની ભૌગોલિક અને કુદરતી અનુકૂળતાઓને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ?મિનરલ બેઝ્ડ (ખનિજ આધારિત) ઉદ્યોગો એન્જિનિયરિંગ ક્ષેત્ર, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ (કૃષિ આધારિત પ્રક્રિયા), હેલ્થકેર (આરોગ્ય ક્ષેત્ર) ટેક્સટાઇલ (કાપડ ઉદ્યોગ) ક્ષેત્રે સમાવેશ કરાયો છે. રાજ્ય સરકારની સબસિડી અને સંગીન ટેકાની અપેક્ષા સાથે આ તમામ 23 ઔદ્યોગિક એકમો વર્ષ 2026 અને 2027 દરમિયાન કાર્યરત થવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ શરૂ થવાથી સ્થાનિક યુવાનો અને નાગરિકો માટે ઘરઆંગણે જ રોજગારીની વિપુલ અને નવી તકો પ્રાપ્ત થશે, જે સ્થળાંતર રોકવામાં મદદરૂપ સાબિત થશે. સરકારના પ્રોત્સાહન અને ઉદ્યોગ સાહસિકોના સહિયારા પ્રયાસોથી આ તમામ એકમો છોટાઉદેપુર જિલ્લાને આત્મનિર્ભરતા તરફ્ આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ 23 MOU છોટાઉદેપુર જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: