નાસવાડી : નાસવાડીના વનરાજસિંહે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે માત્ર 28 મિનિટના ટૂંકા સમયમાં સળંગ 108 સૂર્ય નમસ્કાર પૂર્ણ કરીને સમાજ સમક્ષ ફ્ટિનેસનું એક શ્રોષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું. સામાન્ય રીતે કોઈ પણ નિયમિત યોગાભ્યાસુ વ્યક્તિને 108 સૂર્ય નમસ્કારની સંપૂર્ણ માળા પૂર્ણ કરવામાં 45થી 60 મિનિટ જેટલો સમય થતો હોય છે. પરંતુ વનરાજસિંહે અસાધારણ સ્ટેમિના સાથે અડધા કરતાં પણ ઓછા સમયમાં આ ભગીરથ લક્ષ્ય પાર કરીને સાબિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વનરાજસિંહ સૂર્ય નમસ્કાર ક્ષેત્રે ભૂતકાળમાં એક જ બેઠકમાં સળંગ 500 સૂર્ય નમસ્કાર પૂર્ણ કરવાનો રેકોર્ડ પોતાના નામે ધરાવે છે.

Dhorajiના તોરણીયા ગામે ફ્લોર મિલ સંચાલકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ









