છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોડેલી તાલુકામાં પડયો છે. ગત સોમવારે લગભગ મધરાત્રે બે વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસતા વીતેલા 24 કલાકનો 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના પગલે બોડેલી તાલુકાના જબુગામ, ટીંબી, ગડોથ, જીવનપુરા, ચાપરગોટા સહિતના ધરતીપુત્રો કેળ અને પપૈયાના વાવેતરમાં જોતરાઈ ગયા હતા. ધરતીપુત્રોએ વિધિવત શ્રીફ્ળ વધેરી પૂજા અર્ચના કરી વાવણીની શરૂઆત કરાઇ હતી.

વાવણી લાયક વરસાદ વરસતા બોડેલી તાલુકાના તમામ ગામોમાં વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે. ગામેગામ ઉજાણી પર્વની પણ ઉજવણી શરૂ કરી દેવાઇ છે. ગામેગામ અલગ અલગ દિવસે પહેલા દેવ અને પછી બીજા દિવસે ઉજાણી કરવાની રીત મુજબ હાલ ગામેગામ ઉજાણી અને દેવનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અલગ અલગ દિવસના આ ઉજવણીના પ્રસંગમાં એકબીજાના ઘરે ઉજાણી ખાવા જવાનો અનોખો રિવાજ છે. જેથી સગા સંબંધીઓ એકબીજાના ઘરે પૂજાની કરવા જતા હોય છે.