છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર તથા સ્ટેટ હાઈવે 62 ઉપર નાની મોટી નદીઓની ઉપર તથા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજની સાઈડોની દિવાલોમાં વૃક્ષની ડાળી ઝાડી ઝાંખરા સહિત અનેક વેલા ઉગી નીકળ્યા છે. જે આ સરકારી સંપતિ અને લોક ઉપયોગી બ્રિજને નુકસાનકારક છે. જેના મૂળિયા બ્રિજની દીવાલો ફડી નાખે તો નવાઈ નહી.
જિલ્લામાં નદીઓ પર ના ઘણા બ્રિજો જર્જરિત છે. જેનું સમારકામ હાલ તંત્ર દ્વારા ચાલે છે. પરંતુ બ્રિજની કાળજી યોગ્ય પ્રમાણમાં લેવાતી નથી. બ્રિજની સાઈડોમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરાય તો તેની દીવાલોને નુકસાન થાય નહી. આ દીવાલોનું આયુષ વધી જાય. પરંતુ સજાગ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી. જે અચરજ પમાડે તેમ છે. આવનારા દિવસોમાં ચોમાસુ આવવાનું હોય ભારે વરસાદ સમયમાં આ મૂળિયાંને પાણી વધુ મળશે. અને મોટા થશે તે પહેલા તેને દૂર કરવા માંગ ઉઠી છે.










