નસવાડી ગામે ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠ ખાતે તા. 16ના રોજ દ્વિતીય એક દિવસીય મૌન શિબિર યોજાઇ હતી. જેમાં આધ્યાત્મિક ચિંતન, આત્મમંથન અને મનની શાંતિ માટે 23 બહેનો અને 40 પુરુષ સહિત 63 ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આધુનિક જીવનની દોડધામ વચ્ચે થોડો સમય પોતાની જાત સાથે વિતાવી મનને શાંત અને એકાગ્ર બનાવવાના ઉદ્દેશથી યોજાયેલી આ શિબિર ભાવિકો માટે આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ બની રહી હતી. મૌન અને ધ્યાનના માધ્યમથી મનની ચંચળતા દૂર કરી આત્મિક ઉર્જાનો અનુભવ કરવાનો પ્રયાસ કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો