તેજગઢ : છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રોષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંર્ત્ય દિનની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર કરાઇ હતી. શાળાના બાળકો દ્વારા દેશભક્તિનાં નારા સાથે સવારે તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો, શિક્ષકો ઉપરાંત ગ્રામજનો, વાલીઓ અને એસ.એમ.સીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા દેશભક્તિનાં સૂત્રોચ્ચાર સાથે ગામમાં ફ્રી હતી. અછાલા ગામના અગ્રણી અને પોલીસ પટેલ અમરસિંહ ઉકેડભાઈ રાઠવા દ્વારા ધ્વજવંદન વિધિ કરાઇ હતી. જે પ્રસંગે શાળાના બાળકોએ સ્વાતંત્ર દિન અને આઝાદીના લડવૈયાઓના જીવનપ્રસંગો વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા. ત્યારબાદ બાળકોએ દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટિકા રજૂ કર્યા હતા. શાળાના આચાર્યને સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ મળ્યા બદલ એસએમસી અને ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું.
