છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવા છોટાઉદેપુર ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ આદિવાસી દિવસની સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત 2 ઓગસ્ટના રોજ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જ્યારે 9 ઓગસ્ટે સામાજિક રીતે સમસ્ત આદિવાસી સમાજ છોટાઉદેપુર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણીનું આયોજન કરવા નક્કી કરાયું છે. તે ઉપરાંત છોટાઉદેપુર જિલ્લા અને ખાસ કરીને આદિવાસી સમાજનની ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વર્ષો પહેલાં આયોજિત કરાતા દશેરાની ઉજવણીને પણ પુનર્જીવિત કરી આદિવાસી સાંસ્કૃતિક ધરોહરને બરકરાર રાખવા બાબતે ચર્ચા કરી તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાનું પણ નક્કી કરાયું હતું તેમ આયોજક સમિતિ દ્વારા જણાવાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો