છોટાઉદેપુરના માલધી ગામના યુવાન ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવવા માલધીથી છોટાઉદેપુર આવતો હતો. ત્યારે ઘેલવાંટ ગામ પાસે ટ્રક થાંભલા ભરેલી ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ઇસમ ફ્ંગોળાઈને નીચે પડયા હતા. જેમાંટ્રકના ટાયર નીચે દબાઈ જતા માલધી ગામના યુવાન અંકિત ઈશ્વર રાઠવા (ઉ.19)નું કરુણ મોત થયું હતું. જ્યારે ઇશ્વરભાઇ રાઠવા (ઉ. 42)ને ઈજા થઈ હતી.


ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુરના ઘેલવાંટ ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટર પાછળ બેઠેલો અંકિત રાઠવા (ઉં.19) નીચે પડી ગયો હતો. જે ટ્રકની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક ઇશ્વરભાઇ રાઠવા (ઉં.42)ને ઇજા થઈ હતી. પોતાના ઘરે માલધી ગામથી ટ્રેક્ટર લઈને છોટાઉદેપુર ખાતે ડીઝલ ભરાવવા આવતા ઘેલવાંટ પાસે છોટાઉદેપુર આવતો યુવાન મોતને ભેટયો હતો. અકસ્માતની ઘટના સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: