નસવાડી : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT)ની 208 ખાલી જગ્યા ભરવા માટે જાન્યુ.-26માં જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. જે અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. 1-3-26ના રોજ પ્રાથમિક પરીક્ષા લેવાઇ હતી. જેમાં નસવાડી તાલુકા શૈક્ષિક સંઘના મહામંત્રી અને હાલ ધારસિમેલ ગૃપ પ્રાથમિક શાળામાં ગૃપાચાર્ય તરીકે ફરજ બજાવતા રાઠોડ કિશનકુમાર ખેમાભાઈએ પરીક્ષા આપી હતી. અને કુલ 25991 ઉમેદવારમાંથી સમગ્ર રાજ્યમાં 67મો ક્રમાંક સાથે 136.75 ગુણ મેળવ્યા હતા. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટે પસંદગી થતાં 13-6-26ના રોજ મુખ્ય પરીક્ષા યોજાઇ હતી. જેમાં કુલ 1342 ઉમેદવારમાંથી કિશનકુમાર રાઠોડે ટોપ 35માં પોતાનું સ્થાન મેળવ્યું હતું. રાઠોડે કુલ 129.25 ગુણ મેળવ્યા છે. જયારે વહીવટી નિયમોના પેપર 2માં કુલ 100 પ્રશ્નમાંથી 80.25 ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં ટોપમાં પોતાનો ક્રમ મેળવી પોતાની વહીવટી બાબતોની જાણકારીનો પરિચય આપ્યો છે. નસવાડી તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા તેઓને શુભકામના પાઠવાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો