અછાલીયા : ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નગર સહિત ગ્રામ્ય વિસ્તારના શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમ યોજાતા ભક્તો શિવમય બની રહ્યા છે , નિત્ય શિવ પાર્થેશ્વર પૂજન અર્ચન સહિત શિવજીને દૂધ જળાભિષેક બિલીપત્ર અર્પિત કરી આરતી સમૂહ ભજન કિર્તન ધૂન માં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાય છે , સાંજના સમયે મહિલા ભજન મંડળ જ્યારે રાત્રી ભજનમાં પુરૂષ ભક્તો જોડાય છે , અસા ગામના લકુલીશ શિવાલયમાં શિવ શણગાર સહિત અદ્વૈતાનંદ સ્વામી નીશ્રામાં ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો