નસવાડી : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નસવાડી તાલુકાના CHC ગઢબોરિયાદ ખાતે ભાવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે 200 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જે પ્રસંગે CHC ના તબીબી અધિકારી, આરોગ્ય કર્મચારી, વનવિભાગના અધિકારી, સ્થાનિક આગેવાનો તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. મહાનુભાવોએ પર્યાવરણના સતત બગડતા સંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની યોગ્ય સંભાળ રાખવા અપીલ કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત જ નથી. પરંતુ વરસાદ, જમીનનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા અને જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે પણ અત્યંત જરૂરી છે. વૃક્ષારોપણ દરમિયાન વિવિધ પ્રજાતિના છોડ રોપ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણના જતન માટે પોતપોતાના સ્તરે યોગદાન આપવા સંકલ્પ લીધો હતો.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









